હવામાન@ગુજરાત: રાજ્યમાં 8 શહેરોમાં 16 ડિગ્રીથી નીચે તાપમાન, કડકડતી ઠંડી માટે રહો તૈયાર
11.8 ડિગ્રી લઘુતમ તપામાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં દિવસેને દિવસે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે ઠંડીએ જોર પકડ્યું છે. શિયાળાએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરુ કરી દીધું છે. રાજ્યમાં એકાએક તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં 11.8 ડિગ્રીથી લઈને 21.1 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. જેમાં 11.8 ડિગ્રી લઘુતમ તપામાન સાથે રાજ્યનું પાટનગર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. એકંદરે રાજ્યમાં તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાં ઠંડી વધવાની સાથે લોકો ઠુંઠવાયા છે. કડકડતી ઠંડી પડવાની શરુ થતાં જ લોકો ઉપર અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં 11.8 ડિગ્રીથી લઈને 21.1 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. જેમાં 11.8 ડિગ્રી લઘુતમ તપામાન સાથે રાજ્યનું પાટનગર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.જ્યારે ઓખામાં 21.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસા અને કેશોદમાં 14.3 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબર પર રહ્યા છે.અત્યારે નવેમ્બર મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે, છતાં માત્ર સવારના સમયે જ ઠંડી પડે છે બપોરના સમયે તો લોકોને પંખો અને એસી ચાલી રાખવી પડતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ સમયે જોર ઠંડી પડવી જોઈએ.
હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. કારણે કે, અત્યારે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહીં છે. જે ગુજરાતમાં ઠંડી વધશે તેનો સીધો સંકેત છે.રાજ્યમાં એકંદરે તાપમાનમાં ઘટાડો નોંધાતા અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. સવારથી લઈને સાંજ સુધી વાતાવરણમાં ઠંડી પ્રસરી છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 16 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડીનો પારો નીચો જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.