હવામાન@ગુજરાત: રાજ્યમાં 8 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર, ગરમ પવન ફૂંકાવાની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 9 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે, રાજકોટમાં સૌથી વધુ 43.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી તાપમાન, ડીસામાં 40.8 ડિગ્રી તાપમાન, ભુજમાં 42.0 ડિગ્રી તાપમાન, કંડલા એરપોર્ટમાં 43.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 43.1 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન, વલ્લભ વિદ્યાનગરમાં 39.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊથલપાથલ થઈ શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલુ ઉનાળાની ઋતુ દરમિયાન અસહ્ય ગરમીને કારણે કામદારોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 8 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે. રાજકોટમાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદમાં 41.7 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 4.8 ડિગ્રી તાપમાન, ડીસામાં 40.5 ડિગ્રી તાપમાન, ભુજમાં 41.5 ડિગ્રી તાપમાન, કંડલા એરપોર્ટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમરેલીમાં 41.1 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.