હવામાન@ગુજરાત: પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો, તડકામાં શેકાવા તૈયાર રહેજો!

ઉત્તર દિશામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાયું છે. લધુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો આવનાર 5 દિવસોમાં તાપમાન યથાવત રહેશે.અમદાવાદ માં 19.9 અને ગાંધીનગરમાં 18 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. જેમા 34 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે તેવી શક્યતાઓ હોવાનુ હવામાન વિભાગે જણાવ્યું છે.સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં જોવા મળ્યું હતું. જે 16 ડિગ્રી નોંધાયું છે. સૌથી વધારે તાપમાન 36 ડિગ્રી પણ ભાવનગરમાં જ નોંધાયું હતું.
ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારે બદલાવ થવાની આશંકા સેવવામાં આવી નથી. તાપમાન ધીરે ધીરે નીચું આવી શકે છે. તાપમાન ફોલિંગ ટેન્ડેન્સીમાં રહેશે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની છે. ઉત્તર દિશામાં હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જે બાદ પવનની દિશા ઉત્તર તરફની રહેશે. જેના કારણે તાપમાન ઘટવાનું અનુમાન છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.દિલ્હીના હવામાનને લઈને એક મોટી અપડેટ પણ આવી છે. ભારતીય હવામાન વિભાગએ હવામાનને લઈને એક મોટી ચેતવણી જાહેર કરી છે. IMD એ જણાવ્યું હતું કે બુધવાર અને ગુરુવારે વરસાદની શક્યતા હોવા છતાં, આગામી 48 કલાકમાં તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.