હવામાન@ગુજરાત: આગામી સપ્તાહ તાપમાન ઘટશે, રાજ્યના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડી પડવાની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 27 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે, જે 31 થી 25 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તેમની આગાહી મુજબ, ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં. આગાહી બાદ, ખેડૂતો અને સામાન્ય લોકોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. માવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ખેડૂતોને તેમના પાકને બચાવવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. આગામી દિવસોમાં, હવામાન વિભાગ માવઠા અંગે વધુ અપડેટ્સ અને માર્ગદર્શન પણ આપશે.
અંબાલાલ પટેલની આ આગાહીને ગંભીરતાથી લેતા, વહીવટીતંત્ર પણ સતર્ક થઈ ગયું છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નાગરિકોને માવઠા દરમિયાન હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને સલામતી જાળવવા અપીલ કરવામાં આવી છે.દિવસનું તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જે પછી તાપમાન પણ 35 ડિગ્રીને પાર કરશે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠા સિવાય મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીથી ઉપર રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે સવારે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે તાપમાનનો પારો ઊંચો જોવા મળે છે.