હવામાન@ગુજરાત: ઉતરાયણ પણ જતી રહી, હવે ઠંડી વધશે કે ઘટશે? જાણો આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં હાલ પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. ઉત્તરાયણના દિવસે સૂસવાટાભેર ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. મોટાભાગના વિસ્તારોમાં પતંગ રસિયાઓએ વહેલી સવારે ઉઠીને પતંગ ચગાવવાનું ટાળ્યું હતુ. ત્યારે આજે વાસી ઉત્તરાયણના દિવસે કેવો પવન અને ઠંડી રહેશે તે અંગેની આગાહી જોઈએ. હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશાને કારણે હાલ ગુજરાતીઓને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલ પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ નથી. ગુજરાતમાં હાલ હવામાન શુષ્ક રહેશે. હાલ માવઠાની કોઈ શક્યતા નથી. આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેવાનું પૂર્વાનુમાન છે. આજથી લઘુત્તમ તાપમાન ફરીથી બે ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાનું અનુમાન આપ્યું છે. આજે શહેરમાં 14 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે, મંગળવારે નલિયા 6.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. આ સાથે અમદાવાદ 12.3, કંડલા એરપોર્ટ 9.1, ડીસા 9.2, રાજકોટ 9.9, ગાંધીનગર 11, વડોદરા 12.8, અમરેલી 12.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે જણાવ્યું છે કે, "ઘણા ખેડૂત ભાઈઓ 20 જાન્યુઆરી પછી વાવેતર કરતા હોવાનું જણાવે છે પરંતુ આ વખતે 20 જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે. હજુ પણ એક માવઠાની શક્યતાઓ છે. તે પછી પણ ઠંડી પડવાની છે. કદાચ 18થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે. આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે.