હવામાન@ગુજરાત: રાજ્યમાં 5 દિવસ કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત, જાણો આગાહી

 
હવામાન
પાંચ દિવસ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી ઘટાડો જોવા મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં હાલ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 39થી 41 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહેવાની આગાહી છે.આજથી તાપમાનમાં ઘટાડો નોંધાઇ શકે છે.ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાવવાને કારણે આગામી પાંચ દિવસ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી ઘટાડો જોવા મળશે.હોળીની જ્વાળાઓ આપણને ઘણા સંકેત આપતી હોય છે. ગુજરાતભરમાં લોકોએ હોળી પ્રગટાવી જેને લઈને ઘણા સંકેતો મળ્યા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાને લઈને મોટી આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં આ વર્ષે કેવું ચોમાસું રહેશે તેને લઈને તેમણે મોટી વાત કહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાને લઈને શુભ સંકેતો આપવામાં આવ્યા છે. આ વખતે હોળીની જ્વાળાઓ પશ્ચિમ દિશામાં જોવા મળી હતી. સાથે જ હોળીની જ્વાળાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી. જેને લઈને અંબાલાલ પટેલ દ્વારા ચોમાસું કેવું રહેશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે હોળીની જ્વાળાને લઈને જણાવ્યું કે આ વખતે ગુજરાતમાં ચોમાસું ઘણું સારુ રહેવાનું છે. આ વખતે ચોમાસામાં લો પ્રેશરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને તેમનો પાક સારો રહેવાનો છે.ચોમાસામાં આ વર્ષે અરબ સાગર તેમજ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે જેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડશે તેવું તેઓએ કહ્યું છે. એટલે કે આ વખતે હોળીની જ્વાળાઓએ શુભ સંકેત આપ્યા છે. આ વર્ષે હોળીની જ્વાળાએ ઘણાં જ શુભ સંકેતો આપ્યા છે. વરસાદ આ વખતે ગુજરાતમાં સારો પડશે એટલે કે ચોમાસું સારુ રહેવાનું અને હોળીની જ્વાળાને જોતા આરોગ્ય પણ લોકોનું સારુ રહેશે.