હવામાન@ગુજરાત: રાજ્યમાં ગરમીથી મળશે રાહત! આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે

 
ગરમી
રાજ્યના વિવિધ ભાગોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં આગામી 24 કલાક બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી છે. આગામી છ દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમશ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. આજે રાજ્યમાં હીટવેવનું કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી.

દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને શુષ્ક પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે અમુક વિસ્તારોમાં અસહ્ય ગરમી અનુભવાઈ શકે છે.ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધુ તેજ બન્યો છે અને ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજકોટ અને અમરેલીમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 43.1ડિગ્રી અને ગાંધીનગરમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અમદાવાદમાં તાપમાન ફરી 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જ રહેવાની આગાહી કરવામાં આવી છે.