હવામાન@ગુજરાત: આ જિલ્લાઓમાં અંબાલાલની ગાજવીજવાળી આગાહી, નવરાત્રીમાં છૂટછવાયા વરસાદની શક્યતાઓ
સાબરકાંઠા તેમજ કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, હજુ પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. 13 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી માહોલ સર્જાશે. તેમજ તે પછી બંગાળનાં ઉપસાગરમાં બનતી સિસ્ટમો અને દક્ષિણ ચીનમાં બનતા ચક્રવાતનાં અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા સાગર વધુ અક્રિય થશે. રાજ્યનાં કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તા.13 થી પડી શકે છે. તેમજ તા.18 થી 21 માં રાજ્યનાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાતનાં ભાગો, દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે.
તેમજ પંચમહાલ, સાબરકાંઠા તેમજ કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તેમજ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠાનાં ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ પડી શકે છેસૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તા.27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીદ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તેમજ તા.10 ઓક્ટોમ્બરથી તા.13 ઓક્ટોમ્બર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે.