હવામાન@ગુજરાત: રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, અરુણાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ

 
વરસાદ

રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગે વધુ એક વરસાદને લઈ અપડેટેડ આગાહી કરી છે. જે પ્રમાણે બિહાર, ઉત્તર પ્રદેશ, અસમ, મેધાલય, સિક્કિમ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના તડાકા-ભડાકા સાથે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે આજે વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની આગાહી કરી છે.

શનિવારે ન્યૂનતમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ સાથે 27.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગે વરસાદને લઈ એક એલર્ટ જારી કર્યું છે જે મુજબ બિહાર, ભાગલપુર, પટના અને પૂર્ણિયા જેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. પૂરની પસ્થિતિને નિર્માણ પામી શકે જેને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. તો બીજી તરફ રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જયપુર, કોટા, ભરતપુર, અજમેર, ઉદયપુર, બિકાનેર અને જોધપુર ડિવિઝનના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે.