હવામાન@ગુજરાત: અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, માવઠાના કારણે પાકને નુકસાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડયા છે માવઠાના કારણે પાકસને નુકસાન થયું છે. મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વીજળીના કડાકા અને ભડાકા વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે મહેસાણા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જિલ્લાના અનેક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, કચ્છમાં માવઠાની આગાહી છે. મંગળવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી અને કચ્છમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પડયો હતો થલતેજ અને એસજી હાઇવે, રાણીપ, નિર્ણયનગર વાડજ,ચાંદલોડિયા રાણીપ,શાહપુર થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તા ભીંજાયા અને પાણીના ખાબોચિયા ભરાયા છે.
રાજ્યભરમાં વરસાદને લઈને ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે.અમદાવાદ શહેરમાં અંધારપટ સાથે ઝરમર વરસાદ વરસ્યો છે. અમદાવાદના પશ્ચિમમ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. જીય્ હાઇવે, જાધપુર, સેટેલાઇટ, બોડકદેવમાં વરસાદી છાંટા પડ્યાં છે. તેમજ વૈષ્ણોદેવી, ગોતા, બોપલ, શીલજમાં પણ વરસાદી છાંટા પડ્યાં છે.અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. વિરમગામ, માંડલ, નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ છે. તો ગરમીથી લોકોને રાહત મળી છે. પાટણ જિલ્લાના વાતવરણમાં મોટો પલટો આવ્યો છે. પાટણ, સિદ્ધપુર, હારીજ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી રીહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં અસર જોવા મળી છે. મહેસાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે.