હવામાન@ગુજરાત: આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, આગામી સાત દિવસ કેવો રહેશે વરસાદ? જાણો

 
વરસાદ
ગીર સોમનાથમાં ભારે વરસાદને લઇને યલો એલર્ટ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં વરસાદની રમઝટ ચાલી રહી છે ત્યારે રોજે રોજ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદ પડવાના વિસ્તારમાં પણ ઘટાડો થયો છે. હવામાન વિભાગે આજે બુધવારના દિવસે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે.

આગાહી પ્રમાણે આજે 2 જુલાઈ 2025, બુઘવારના દિવસે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડશે.જ્યારે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે.

આ ઉપરાંત ખેડા, અમદાવાદ આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ,સુરત, તાપી, નવસારી, વલસાડ, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ,દીવ અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. દક્ષિણના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.