હવામાન@ગુજરાત: બે મોટી વરસાદી સિસ્ટમ એકબીજા સાથે અથડાશે, ક્યાં ક્યાં વરસાદની આગાહી? જાણો

 
આગાહી
દેશના અન્ય રાજ્યોમાં પણ તેની અસર જોવા મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ્સ આકાર લઈ રહી છે, જેની સંયુક્ત અસર હેઠળ આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ્સ સક્રિય થવાની તૈયારીમાં ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ ભારેથી અતિભારેની આગાહી છે. જામનગર, અમરેલી, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર અને દક્ષિણ દરિયામાં ફિશરમેન વોર્નિંગ આપવામાં આવ્યું છે. ઉત્તર અને દક્ષિણમાં દરિયામાં 3 નંબર નું સિગ્નલ આપવામાં આવ્યું છે.

હાલમાં વેલમાર્ક લો સિસ્ટમ અને સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ છે. 1 ઓક્ટોબરે દરિયામાં જતા ડિપ્રેશન બનશે. કુલ 3 સિસ્ટમ બનવાના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.1 ઓક્ટોબર 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ શકયતા છે.અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમ્સના કારણે રાજ્યના વાતાવરણમાં મોટાપાયે ભેજ પ્રવેશી રહ્યો છે. 

આગામી 48 કલાક, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રાતના જિલ્લાઓ જેવા કે વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની પણ શક્યતા છે. આ બેવડી સિસ્ટમની અસર માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. દેશના અન્ય રાજ્યોમાં પણ તેની અસર જોવા મળશે.વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આવી છે. હવામાન વિભાગે આજથી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. તો 3 દિવસ થંડર સ્ટોર્મ વોર્નિંગ સાથે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્રીજા દિવસે 1 અને 2 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરી.