હવામાન@ગુજરાત: આગામી ચાર દિવસ માટે હજી કમોસમી વરસાદની આગાહી, આજે ક્યાં વરસાદ પડશે?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અત્યારે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગત દિવસોમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ગુરુવારે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે હજી કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગ ફરી ચાર દિવસ માટે આગાહી કરી છે.
હવામાન વિભાગ પ્રમાણે આજે 9 મે 2025ના રોજ રાજ્યના મોટા ભાગા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આઈએમડી પ્રમાણે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ,દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે.આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ સેવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 9 તારીખે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ત્યારે પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જેમ જેમ દિવસ વધશે તેમ તેમ પવનની ગતિ અને વરસાદ પડવાના વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે.