હવામાન@ગુજરાત: રાજ્યમાં ફરી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના ખેડૂતોને એક તરફ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી કરી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક ચોંકાવનારી આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને તેના કારણે ફરીથી હવામાનમાં પલટો આવશે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે 18 નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઉભુ થશે જે 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે. આ ચક્રવાતને કારણે ફરી માવઠા જેવું વાતાવરણ બનશે. તેમણે કહ્યું કે 23 થી 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે જ્યારે 26 થી 28 નવેમ્બર સુધી હિમવર્ષા પડશે. તેમણે કહ્યું કે પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે.અંબાલાલ પટેલે કહ્યું કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડી પડશે અને ડિસેમ્બર 6 થી 8માં વાદળછાયું વાતાવરણ રહેશે, તેમણે એમ પણ કહ્યું કે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થશે

