હવામાન@ગુજરાત: આજે ગીર સોમનાથ અને જૂનાગઢ સહિત આ જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદની આગાહી

 
વરસાદ
ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આગામી સાત દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં અતિથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા આજે સવારે સાત વાગ્યે જારી કરવામાં આવેલા મોન્સૂન વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન જૂનાગઢ અને ગીર સોમનાથ માં ભારે વરસાદની શક્યતા છે જેના પગલે આ બંને જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, પોરબંદર, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમદાવાદ, રાજકોટ, ખેડા, બોટાદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

આજે 2 જુલાઇ 2026ના રોજ સુરત, વલસાડ, ડાંગ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જેના પગલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ ચેતાવણી આપવામાં આવી છે. જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી જિલ્લામાં ભારેથી અતિભારે અને ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ, વાવ-થરાદ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

રાજ્યમાં 3થી 7 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ, વાવ-થરાદ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, પોરબંદર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.અમદાવાદ શહેર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. જોકે શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહી શકે છે.

સુરત શહેર અને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહી શકે છે. અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડના દરિયાકાંઠે ઉંચા અને તોફાની મોજા ઉછળી શકે છે. જેના પગલે આ જિલ્લાઓના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઇવેવ અને સ્વેલ સર્જ વોચની ચેતાવણી જારી કરવામાં આવી છે.