હવામાન@ગુજરાત: આજથી વાતાવરણમાં આવશે પલટો, અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી મોટી આગાહી

ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની સંભાવના છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આજથી વાતાવરણમાં પલટો જોવા મળશે,સાથે સાથે 7થી 12 ઓકટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે.દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે,સાથે સાથે 16 થી 22 ઓકટોબર વચ્ચે પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા,અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા,સાબરકાંઠામાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.16 થી 22 ઓકટોબર વચ્ચે બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરના ભેજના કારણે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. સાબરકાંઠા તેમજ આસપાસના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં હાલમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે વરસાદ આપી શકે છે અને ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની સંભાવના છે.શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે. ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શકયતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે.