હવામાન@ગુજરાત: રાજ્યમાં શિયાળાએ જોર પકડ્યું, આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી
7 દિવસ હવામાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ નથી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે હવામાન વિભાગે કરેલી આગાહીમાં આ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી પરંતુ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.રાજ્યમાં તાપમાન ઊંચું આવવના કારણે જે પ્રકારે ઠંડીની શરુઆત થઈ હતી તેમાં ઘટાડો થયો હતો, ઉત્તર ભારતમાં પણ આતુરતાથી હિમવર્ષાની રાહ જોવાઈ રહી છે અને તેની અસરો પણ ગુજરાતના હવામાન પર પડતી હોય છે.
હવે આગામી સમયમાં કેવા ફેરફારો થઈ શકે છે તે અંગેની માહિતી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર પરથી આપવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલમાં ઠંડી વધારે પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 17 ડિસેમ્બર બાદ મહત્તમ તાપમાન વધ તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 30 -31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ સુરતના ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન વધે તેવી આગાહી કરી છે. 16 થી 22 ડિસેમ્બર સુધી વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. 23 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે શનિવારે કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ હવામાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ નથી, પરંતુ લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જે પછી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતાઓ નથી.