હવામાન@ગુજરાત: અમદાવાદ અને વડોદરામાં ગરમીને લઈ યલો એલર્ટ અપાયું, રાજ્યમાં હિટવેવની આગાહી

 
આગાહી
આગામી 90 દિવસમાં લૂ લાગવાના કિસ્સાઓ પણ વધી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં રાજકોટ, બનાસકાંઠા, બોટાદ, ભાવનગર, કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, સુરતમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી કરાઈ છે, ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા હિટવેવ રહેશે અને સૌથી વધુ તાપમાન રાજકોટ, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે, રાજ્યના 8 જિલ્લામાં 39 ડિગ્રી નોંધાયું, અમદાવાદ, વડોદરા, ડીસામાં 39-39 ડિગ્રી તાપમાન, ભુજ, મહુવા, કેશોદ, ગાંધીનગર, સુરતમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. IMDની આગાહી સામે આવી છે, જેમાં મેદાની પ્રદેશો, અંતરિયાળ વિસ્તારોમાં ગરમી પડશે અને 90 દિવસમાં લૂ લાગવાના કિસ્સાઓ પણ વધી શકે છે, માર્ચમાં વરસાદ પડશે અને દેશના મોટાભાગના પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે સાથે સાથે ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારતમાં તાપમાન સામાન્યથી નીચું રહેશે, માર્ચમાં ગુજરાતમાં હીટ વેવના દિવસોની સંખ્યા વધુ રહેશે અને આંધ્રપ્રદેશના જુદાજુદા વિસ્તારોમાં પણ હીટવેવ રહેશે.

વાતાવરણીય પરિબળોનું મિશ્રણ ઉનાળાના અકાળ આગમનમાં ફાળો આપી રહ્યું છે. IMD અનુસાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે 4 થી 6 માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં હળવી હિમવર્ષા થવાની શક્યતા છે, પરંતુ તેની અસર ઓછી રહેશે.બીજી તરફ પર્વતીય રાજ્યોમાં હવામાન બદલાઈ શકે છે.