હવામાન@ગુજરાત: તાપમાન 3 ડિગ્રી ગગડ્યું, નલિયા 11.2 ડિગ્રીએ ઠંડુંગાર

 
આગાહી
આગામી 24 કલાકને લઈને મહત્વની આગાહી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે, જેમાં નલિયા 11.2 ડિગ્રી સાથે સૌથી ઠંડું રહ્યું છે, જ્યારે અમરેલીમાં 15.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16.8 ડિગ્રી અને અમદાવાદમાં 18.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજ્યમાં શિયાળાની ઠંડીનો અસલી ચમકારો હવે સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારથી જ સૂસવાટાભર્યા ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે અને જનજીવન પર તેની અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે, જે મુજબ રાજ્યના તાપમાનમાં હજુ પણ વધુ ઘટાડો થવાની પૂરી શક્યતા છે.

અમદાવાદ શહેરમાં ઠંડીનું જોર વધશે અને આગામી 24 કલાકમાં અહીંનું તાપમાન 14 ડિગ્રીથી પણ નીચે જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.એક તરફ ગુજરાતમાં ઠંડી વધી રહી છે, ત્યારે હવામાન વિભાગે 24 નવેમ્બરે દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને લક્ષદ્વીપના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.