હવામાન@દેશ: ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 90 કલાકની ઝડપે પવન ફૂંકાશે

 
હવામાન
ખેડૂતોને એલર્ટ રહેવા સૂચના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે 2 નવેમ્બર 2026ના ઉત્તરપ્રદેશ-બિહાર, ઓડિશા અને દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આ દરમિયાન 90 કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાનમાં ઠંડક આવવાથી ઉત્તર ભારતમાં 7-8 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.આંધ્ર પ્રદેશમાં ચક્રવાતી તોફાન અર્નબની તબાહી બાદ બંગાળની ખાડીની ઉપર વાવાઝોડું મરાસુ પણ બની ગયું છે.આ ભીષણ તોફાનમાં પરિવર્તિત થઈ 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપે નેલ્લોર અને નરસાપુર વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના કિનારાને પાર કરશે. તેના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ પ્રમાણે આજે દિલ્હી, ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, તેલંગણા, કર્ણાટક, સિક્કિમ, અસમ, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને એલર્ટ રહેવાનું કહ્યું છે.હવામાન વિભાગે ચક્રવાતી તોફાન મુરાસુને લઈને ગંભીર ચેતવણી આપી છે. IMD પ્રમાણે મુરાસુ એક ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાયું છે. 2 નવેમ્બરે વહેલી સવારે તે ચેન્નઈથી લગભગ 260 કિલોમીટર પૂર્વ-ઉત્તર-પૂર્વમાં હતું અને છેલ્લા 6 કલાકમાં તે લગભગ 20 કિમી પ્રતિ કલાકની ગતિએ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધ્યું છે.

IMD એ જણાવ્યું કે આ તોફાનના ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધતા રહેવા અને ઓંગોલની પાસે, નેલ્લોર અને નરસાપુર વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના કિનારાને પાર કરવાની સંભાવના છે. 2 નવેમ્બરે રાત્રે 11 કલાક 30 મિનિટથી 3 નવેમ્બરે સવારે 4 કલાક વચ્ચે તે લેન્ડફોલ કરી શકે છે. આ દરમિયાન ભારે પવન રહેવાનો છે. હવામાન વિભાગે કહ્યું કે આ વાવાઝોડું 3 નવેમ્બરે લેન્ડફોલ કરી શકે છે. દિલ્હીમાં વરસાદ-આંધીનું એલર્ટ જારી કર્યું છે. આ દરમિયાન 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દિલ્હીમાં આજે તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી પહોંચી શકે છેઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ જિલ્લામાં આજે વરસાદ પડી શકે છે. જેમાં ઉન્નાવ, હરદોઈ, ઇટાવા, હમીરપુર, અમેઠી, મેરઠ, મોરાદાબાદ, જ્યોતિબાફુલે નગર, મહામાયા નગર, ઉન્નાવમાં વરસાદ પડી શકે છે. જ્યારે બિહારના સુપૌલ, પૂર્ણિયા, કિનશગંજ, જહાનાબાદ, પટના, ભોજપુર, ગયા, ગોપાલગંજમાં વરસાદ પડી શકે છે.