હવામાન@ગુજરાત: વાતાવરણમાં આવશે મોટો બદલાવ, આજે 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉ.ગુજરાતમાં અપર એર સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 2 અને 3 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો માછીમારોને પાંચ દિવસ દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં 2 અને 3 જુલાઈએ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે અમદાવાદમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલથી 7 દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ વરસાદને લઈ આપવામાં આવ્યું છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાત અપર એર સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
30 જૂનના રોજ રાજ્યના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.