હવામાન@ગુજરાત: ભર‌ઉનાળે નિષ્ણાતોએ વરસાદ-વંટોળની કરી આગાહી, કેવો હશે રાજ્યમાં માહોલ જાણો

 
Varsad

હીટવેવનો રાઉન્ડ 13 એપ્રિલ સુધી ચાલશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સર્વત્ર જોવા મળી રહ્યો છે, ત્યારે જ હવામાન નિષ્ણાતો દ્વારા કરાયેલી વરસાદની આગાહીઓ લોકોને થોડા અંશે શીતળતા બક્ષે એમ લાગી રહ્યું છે. હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સર્વત્ર જોવા મળી રહ્યો છે, ત્યારે જ હવામાન નિષ્ણાતો દ્વારા કરાયેલી વરસાદની આગાહીઓ લોકોને થોડા અંશે શીતળતા બક્ષે એમ લાગી રહ્યું છે.હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ અને આગાહીકાર પરેશ ગોસ્વામીએ એકંદરે સારા વરસાદ સાથે વંટોળની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, મે માસમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. તા. 10, 11 મે બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ વધુ રહેશે જેના કારણે પવનનું ચક્ર સારું રહેતા ચોમાસુ સારું રહી શકે છે. સાથે જ તેમણે નક્ષત્ર અંગે જણાવ્યુ છે કે, આ વખતે રોહિણી નક્ષત્ર તપવાની શક્યતા રહેલી છે. તા. 4, 5, 6 જૂને કેટલાક ભાગમાં વરસાદ વરસી શકે છે. તા.7, 8 જૂને પવનની દિશા બદલાશે. મઘા નક્ષત્રમાં સારો વરસાદ થઈ શકે છે. જ્યારે કે જૂનમાં વરસાદ બાદ બ્રેક પડી શકે છે. જુલાઈમાં પૂરની સ્થિતિઓ વધુ રહી શકે છે.ગુજરાતમાં અંદાજે 101-104 મિમિ વરસાદ થઈ શકે છે. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ચોમાસું સારું રહેશે, અને પાછોતરા વરસાદમાં પણ વધુ પવન ફૂંકાશે.

બીજી તરફ, આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન કહે છે કે, હીટવેવનો રાઉન્ડ 13 એપ્રિલ સુધી ચાલશે. કેટલાક ભાગમાં 44થી 45 ડિગ્રીએ પારો પહોંચશે. 13થી 16 એપ્રિલ સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.