હવામાન@ગુજરાત: ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, 44.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર બન્યું ભઠ્ઠી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ગરમીએ માજા મુકતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ગરમીનો પારો 40 રહ્યો હતો. શનિવારના દિવસે ગુજરાતમાં ગરમીએ 44 ડિગ્રીની સપાટી વટાવી છે.ગુજરાતમાં ગરમી વધી રહી છે. આકાશમાંથી આગ વરસી રહ છે. જેના પગલે અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે રાજ્યમાં મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી નોંધાયું હતું. 44.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં પણ 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 17 રાજ્યોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 26 એપ્રિલે વરસાદની પ્રબળ શક્યતા ધરાવતા રાજ્યોમાં હરિયાણા, રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને છચલનો સમાવેશ થાય છે.નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન, હિંસક વાવાઝોડાનો પ્રકોપ જોવા મળી શકે છે.

