હવામાન@ગુજરાત: રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો, સૌથી વધુ 37 ડિગ્રી તાપમાન વડોદરા અને અમરેલીમાં નોંધાયું

 
તાપમાન

હજુ પણ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે.જેમાં વડોદરા અને અમરેલી 37 ડિગ્રી તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો નોંધાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં જ તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાઈ રહ્યું છે. ઉનાળાના પ્રારંભે જ યલો અને ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ સર્જાતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે કે એપ્રિલ અને મે મહિનામાં ગરમીનું પ્રમાણ કેટલું ભયાનક હશે.

બપોરના સમયે આકરા તડકાને કારણે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. જ્યારે ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા અને જ્યુસના સેન્ટરો પર ભીડ જમાવી રહ્યા છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં ગરમીનો પારો ચઢ્યો છે. મુમ10 માર્ચે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. હાલ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સૂકા પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે તાપમાનમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે.એક તરફ ગુજરાત ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ માર્ચમાં દિલ્હીમાં અતિશય ગરમી પડવાની શક્યતા ઓછી છે. ત્યાં દિવસ અને રાતના તાપમાનમાં થતો ફેરફાર હવામાનને આહલાદક રાખશે, જે બહાર ફરવા કે બગીચામાં વોક કરવા માટે અનુકૂળ રહેશે.