હવામાન@ગુજરાત: આગામી 24 કલાક સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી, 196 તાલુકામાં વરસાદ નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયા કાંઠે 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાન પણ આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ,મોરબી, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભીલોડામાં 5.7 ઈંચ વરસાદ વરસ્યો છે. કપરાડમાં 4.8,ધરમપુરમાં 4.5, દ્વારકામાં 4.4, ડોલવણમાં 4.1, ડેડીયાપાડા અને વ્યારામાં 3.9, ડાંગ,વઘઇ,કલ્યાણપુર,પાવી જેતપુરમાં 3.9, કલ્યાણપુર, વાંસદા, ખેરગામમાં 3.7, સુરત શહેર, તાપી, સોનગઢમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે.