હવામાન@ગુજરાત: ઉ.ગુ, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પડી શકે છે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના કહેવા અનુસાર 7 એપ્રિલથી ફરીથી માવઠું પડવાની શકયતા છે અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની શકયતા છે, પશ્ચિમી વિક્ષેપોની અસરથી વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની શક્યતા છે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે, 8 થી 16 એપ્રિલે પશ્ચિમ વિક્ષેપની અસર ગુજરાતમાં થશે અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમને કહ્યું કે, 20 મે થી બંગાળ ઉપસાગર વધુ સક્રિય બનશે અને ભારેથી અતિભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે, અરબી સમુદ્રમાં પણ 20 મેં થી 20 જૂન સુધી ચક્રવાતની શક્યતા છે, ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં વરસાદની સંભાવના ઓછી રહેલી છે, પવનની ગતિના કારણે બાગાયતી પાકોને નુકસાન થશે અને આંબાના પાકોને પણ નુકસાન થવાની શક્યતા છે.
10થી 20 એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે અને અરબ સાગરમાં પણ સાયકલોન આવવાની સંભાવના છે, 11 મે થી 20 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધારે રહેશે અને 24 મે થી 4 જૂન વચ્ચે કેટલાંક ભાગમાં વરસાદ પડી શકે છે, 30 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને જનધનમાં રોગ આવવાની સંભાવના છે, ઊભા કૃષિ પાકો માં રોગ આવવાની શક્યતા છે અને એપ્રિલ, મે માસમાં પાકમાં ઇયળ પણ પડશે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, પશ્ચિમી વિક્ષેપ આવશે જેથી ફરીથી વરસાદ થવાની શક્યતા છે. એપ્રિલ માસમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થતી હોય પણ એ અત્યારે થાય છે અને પાકિસ્તાનના બોર્ડર પર ગુજરાત તથા રાજસ્થાનના ભાગોમાં વરસાદ આવવાની શકયતા છે, એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષેપને કારણે આ સ્થિતિનું સર્જન થાય છે અને 7 એપ્રિલ સુધીમાં તાપમાન ૪૦-૪૧ ડીગ્રી પહોંચશે.
દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપને કારણે તારીખ ૧૦ થી ૨૦ એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ આવવાની શક્યતા.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં વધારે પવન ફૂંકાશે અને આંબાના પાકને વધારે અસર થશે, 20 એપ્રિલથી મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડાં આવશે તેમજ અરબ સાગરમાં પણ સાયકલોન આવવાની સંભાવના છે. 8 જુનથી દરિયાના પવન બદલાશે એટલે અરબ સાગરમાં હળવા પ્રકારનું સાયક્લોન બનવાની શક્યતા રહેશે, ૨૪ મે થી ૪ જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
હવામા 20 માર્ચે દેશના ઘણા ભાગોમાં ઉઘાડ નીકળશે અને આકાશ સ્વચ્છ થશે અને ખેડૂતોને રાહત મળશે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની શક્યતાઓ છે, તો આગામી સમયમાં રાજ્યમાં મોટા ભાગોમાં વરસાદથી રાહત થતી જોવા મળશે, જેટ ધારાની અસરના કારણે દેશમાં પશ્ચિમી વિક્ષેપ પૂર્વ તરફ ખસી રહ્યાં છે, સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરથી ભેજ આવતા ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે.

