હવામાન@ગુજરાત: ધોમધખતી ગરમી વચ્ચે આવી રહ્યું છે 'મહાતોફાન', 140ની સ્પીડથી પવન ફૂંકાશે!

 
મહતોફાન

આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે. અનેક ઠેકાણે પારો 49 ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે. બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર, બંગાળના અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે. પરંતુ આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે આ રાજ્યને 5 દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે.ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતા દ્વારા આજે આગાહી કરાઈ છે કે આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા લોકોને મળશે રાહત. બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. હાલ ગરમીને લઇ કોઈ અલર્ટ નહી. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આજે અમદાવાદમાં તાપમાન 45.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાનમાં નોંધાયું.

હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે. 25 - 30 km ની ઝડપે પવન ફંકાશે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરિયામાં ડીપ સ્ટીપ પ્રેસર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે. દરિયા માટે હવામાન વિભાગે યલ્લો એલર્ટ જાહેર કર્યો. આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે.

હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ દેશના અન્ય ભાગોની વાત કરીએ તો અસમ અને મેઘાલયમાં 28મી મેના રોજ અતિભારે અને 29 મેથી 1 જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશમાં પણ આજે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમમાં પણ આજે આને આવતી કાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા માટે 29મી મેના રોજ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અરુણાચલ પ્રદેશ માટે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.