હવામાન@ગુજરાત: હવે ચોમાસાનો બીજો રાઉન્ડ આવશે, 3થી 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગે આજે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. રાજ્યમાં હવે વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રના હાલના ભેજવાળા પ્રવાહોને કારણે 3 થી 6 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ગુજરાતમાં હવે ચોમાસાનો બીજો રાઉન્ડ આવશે. જુલાઈની શરૂઆતથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. રાજ્યમાં હવે વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રના હાલના ભેજવાળા પ્રવાહોને કારણે, 3 થી 6 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 6 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ બનશે, જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે. વરસાદ 15 જુલાઈ સુધી ચાલુ રહેશે.
આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 2 જુલાઈ અને 3 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આજે રાજસ્થાન, ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ફરતી થઈ છે. જેના કારણે કેટલાક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. આના કારણે ગુજરાત રાજ્યમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડશે. ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે.