હવામાન@ગુજરાત: 16 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં સૌથી વધુ વરસાદ પડ્યો?

 
વરસાદ
24 કલાકમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં ખાબક્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાની બેટિંગ શરૂ છે. એવામાં શનિવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આજે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ તો અન્ય 16 જિલ્લામાં ભારે વરસાદ થવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ,મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ ,નવસારી અને  દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અન્ય જિલ્લામાં યેલો એલર્ટ છે. હવામાનના આંકડા અનુસાર, 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હોત તે વિસ્તારમાં ઉત્તર ગુજરાત જ મોખરે છે. જેમાં સાબરકાંઠામાં 12.2 ઈંચ, બનાસકાંઠામાં 10.3 ઈંચ, અરવલ્લીમાં 4.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ 3.3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

23 જૂને બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે અને કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, સુરત, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, બોટાદ, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 24 જૂને બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યું છે.