હવામાન@ગુજરાત: 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, જાણો ક્યાં કેટલો નોંધાયો?

 
વરસાદ
બનાસકાંઠાના દાંતિવાડામાં પોણા બે ઈંચ જેટલો નોંધાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ચોમાસાનો માહોલ એકદમ જામી ગયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના પોસિના અને બનાસકાંઠાના દાંતિવાડામાં પોણા બે ઈંચ જેટલો નોંધાયો હતો. આજે  સવારે 6થી 8 વાગ્યા સુધી બે કલાકમાં ગુજરાતના 10 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે અમરેલીના સાવરકુંડલામાં ચાર એમએમ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત ઉમરગામમાં 4 mm, વાપીમાં 3 mm, તળાજામાં 2 mm, ખંભાતમાં 2 mm તેમજ મહેસાણા, ગાંધીનગર, છોટીલા, ઘોઘા, વલસાડમાં 1 mm વરસાદ નોંધાયો હતો.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે છ વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળામાં 114 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના પોસીનામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો.

જ્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં પણ પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વલસાડના ઉમેરગામમાં પણ દોઢ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે છ વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળામાં 11 તાલુકામાં એક ઈંચથી લઈને દોઢ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં કચ્છ, ભાવનગર, બોટાદ, રાજકોટ, વલસાડ, જૂનાગઢ, બનાસકાંઠાના તાલુકાઓનો સમાવેશ થાય છે.