હવામાન@ગુજરાત: 18થી 21જૂન વરસાદની આગાહી, અમરેલી, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં જોવા મળશે મેઘમહેર

 
વરસાદ

વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

ગુજરાતમાં ગઇકાલે દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર અને પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 18 જૂનથી 21 જૂન દરમિયાન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

 

18 જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે.19 જૂનના રોજ ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

 

20 અને 21 જૂનના રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.