હવામાન@ગુજરાત: 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, નવસારીમાં સૌથી વધુ 5.75 ઈંચ ખાબક્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં રાજ્યનો સૌથી વધુ 5.75 ઈંચ નોંધાયો હતો.ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 19 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 20 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના જલાલપોરમાં 5.75 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 6 તાલુકા એવા છે જ્યાં 2 ઈંચથી 6 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જ્યારે 14 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચ અને 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આજે, 20 જુલાઈના રોજ દેશભરના 22 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, સિક્કિમ, આસામ, ત્રિપુરા, મેઘાલય, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને નાગાલેન્ડ.આ સમયગાળા દરમિયાન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયાકાંઠાથી દૂર રહેવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

