હવામાન@ગુજરાત: સવારે 10 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ સુરતના માંડવીમાં નોંધાયો

 
વરસાદ
છેલ્લા બે કલાકમાં 17 તાલુકામાં વરસાદ

​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગ દ્વારા આજે જામનગર, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 19 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 21 મિ.મી.વરસાદ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વરસ્યો છે. છેલ્લા બે કલાકમાં એટલે કે સવારે 8થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 17 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ માંડવીમાં 21 મિ.મી. અને ઉકાઇમાં 13 મિ.મી. વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. રાજ્યમાં 17 તાલુકામાં વરસાદની આંશિક હાજરી નોંધાઇ હતી. જેમાં પ્રાંતિજમાં 5 મિ.મી., સુરત શહેરમાં 4 મિ.મી., ગાંધીધામમાં 4 મિ.મી., નખત્રાણામાં 3 મિ.મી., ઇડરમાં 3 મિ.મી., માણસામાં 3 મિ.મી., નિઝરમાં 3 મિ.મી., કલ્યાણપુરમાં 3 મિ.મી. વરસાદ વરસ્યો હતો.