હવામાન@ગુજરાત: 24 કલાકમાં 215 તાલુકામાં વરસાદ, જૂનાગઢમાં સૌથી વધુ 6.18 ઇંચ વરસાદ ખાબક્યો

 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં સુધીમાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સૌથી વધુ 157 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. જ્યારે સાબરકાંઠાના વડાળીમાં પણ 153 મિલીમીટર  જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ ગીર સોમનાથના તાલાલામાં 135 મિલીમીટર (5.31 ઇંચ) વરસાદ પડ્યો.

સુરત જિલ્લાના મહુવા અને જૂનાગઢના વિસાવદરમાં 5.24 ઇંચ વરસાદ નોંધાયો હતો. માંગરોળમાં 5.1 ઇંચ અને ખેરગામ નવસારીમાં 4.69 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 4.61 ઇંચ, નવસારીના ચિખલીમા 4.53 ઇંચ, સાબરકાંઠાના ઇડરમાં  4.3 ઇંચ, ખેડબ્રહ્મામાં 4.1 ઇંચ અને બનાસકાંઠાના વડગામમાં 4.0 ઇંચ  વરસાદ નોંધાયો હતો.

ગણદેવી, બારડોલી, ડોલવણ, રાણાવાવ, કામરેજ, પારડી, દાંતા, કલ્યાણપુર અને કેશોદ એમ કુલ નવ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ તેમજ કવાંટ, ભીલોડા, સુરત શહેર, નવસારી, કુંકાવાવ વાડિયા, ઉમરગામ, મહેસાણા, વલોદ, વિજાપુર, જામ જોધપુર, કુતિયાણા, ટંકારા, પાલનપુર, ધરમપુર, રાજુલા, પાટણ, લોધીકા, માણાવદર, અમરેલી, વલસાડ અને જલાલપોર મળી કુલ 21 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત 40 તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને 133 તાલુકાઓમાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોધાયો હોવાના અહેવાલો છે. 28 જૂનના રોજ રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળશે. જેમાં કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં 29 જૂનથી 1 જુલાઈ દરમિયાન કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ, સુરત જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.