હવામાન@ગુજરાત: વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચ્યો

 
વરસાદ
ગરમ પવન ફૂંકાતા લોકો ત્રાહીમામ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગ પ્રમાણે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં 55 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે 23 મે 2025ના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા તેમજ કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં તાપમાન વધીને 41 ડિગ્રીની સપાટી પહોંચી છે. ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં ગરમ પવન ફૂંકાતા કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. સુરેન્દ્રનગર અને રાજકોટ 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા હતા.