હવામાન@ગુજરાત: અનેક જિલ્લામાં 40થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાશે, 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ

 
હવામાન
મે મહિનાના અંતિમ અઠવાડિયામાં વરસાદ તેમજ વાવાઝોડાની સ્થિતિ સર્જાય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ભીષણ ગરમી વચ્ચે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે છેલ્લા કેટલાય સમયથી મે મહિનાના અંતિમ અઠવાડિયા સમયે ગુજરાતમાં વરસાદ તેમજ વાવાઝોડાની સ્થિતિ સર્જાય છે.

ગરમીનો પ્રકોપ યથાવત હોય તેમ 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સતત બીજા દિવસે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું હતું. ત્યારે ઉનાળાના આકરા તાપની વચ્ચે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેવાનો છે. વાવાઝોડાની સ્થિતિ જોવા મળશે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધી રહ્યું છે. જેની અસર હેઠળ વાતાવરણમાં વાવાઝોડાની સ્થિતિ જોવા મળશે. વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્વની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ પલટો સંભવિત છે. આગામી દિવસોમાં વરસાદ સમયે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા તેમજ સુરેન્દ્રનગર વિસ્તારમાં 28 મેના રોજ ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે રહેશોનો અકળામણનો અનુભવ થઈ શકે છે.