હવામાન@ગુજરાત: અત્યાર સુધીમાં 48 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો, સૌથી વધુ કપરાડામાં 6.14 ઇંચ વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી 5 દિવસ તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 48 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.રાજ્યમાં સવારના 6થી 4 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 6.14 ઇંચ વરસાદ ખાબક્યો છે.
વલસાડના વાપીમાં 3.58 ઇંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 1.46 ઇંચ વરસાદ, નવસારીનાં ખેરગામમાં 1.38 ઇંચ વરસાદ, વલસાડમાં 1.14 ઇંચ વરસાદ, વલસાડના પારડીમાં 1.14 ઇંચ વરસાદ, ડાંગ- આહવામાં 1.1 ઇંચ વરસાદ, સુરતનાં માંડવીમાં 1.6 ઇંચ વરસાદ, ડાંગના સુબીરમાં 1.6 ઇંચ વરસાદ, નવસારીનાં વાસંદામા 1.2 ઇંચ વરસાદ,અન્ય 38 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, પંચમહાલ, દાહોદ, પંચમહાલ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 27 જુલાઈ એ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા 27 જુલાઈના રોજ રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આગાહીની સાથે સાથે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.