સમી તાલુકા પંચાયતની વેબસાઈટમાં ડિજીટલ ગુજરાતનો ફિયાસ્કો: તમામ માહિતી જૂની
અટલ સમાચાર, મહેસાણા ડિજીટલ ગુજરાત અને ડીજીટલ ઈન્ડિયા સાથે સમી તાલુકા પંચાયતને જાણે કોઈ લેવાદેવા ન હોવાનું સામે આવ્યું છે. તાલુકા પંચાયતની વેબસાઈટમાં કોઈ અપડેટ્સ નથી. આ સાથે તમામ માહિતી જૂની છે.ઉત્તર ગુજરાતની અન્ય તાલુકા પંચાયતની વેબસાઈટ સામે સમી તાલુકાની જાણે ધૂળ ખાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં પાંચ જિલ્લાની 40થી વધુ તાલુકા પંચાયતને પોતાની સ્વતંત્ર
Jan 29, 2019, 19:37 IST

અટલ સમાચાર, મહેસાણા
ડિજીટલ ગુજરાત અને ડીજીટલ ઈન્ડિયા સાથે સમી તાલુકા પંચાયતને જાણે કોઈ લેવાદેવા ન હોવાનું સામે આવ્યું છે. તાલુકા પંચાયતની વેબસાઈટમાં કોઈ અપડેટ્સ નથી. આ સાથે તમામ માહિતી જૂની છે.ઉત્તર ગુજરાતની અન્ય તાલુકા પંચાયતની વેબસાઈટ સામે સમી તાલુકાની જાણે ધૂળ ખાઈ રહી છે.
ઉત્તર ગુજરાતમાં પાંચ જિલ્લાની 40થી વધુ તાલુકા પંચાયતને પોતાની સ્વતંત્ર વેબસાઇટ નથી. રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા જિલ્લા પંચાયતની વેબસાઈટમાં જે તે તાલુકાનો સમાવેશ કરી કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની વેબસાઈટમાં જ તાલુકો પસંદ કરી અલગ મેનુ દ્વારા તાલુકા પંચાયતની વેબસાઈટમાં જઈ શકાય છે. જેમાં જે-તે જિલ્લા પંચાયતની ટેકનિકલ ટીમ દ્વારા વેબસાઇટના અપડેટ્સમા લાલીયાવાડી હોવાનું સામે આવ્યું છે. પાટણ જિલ્લાની સમી તાલુકા પંચાયતની વેબસાઈટમાં તમામ વિગતો વર્ષોથી અપડેટ થઈ નથી.