આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

ઉત્તર ગુજરાતમાં ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતોની આર્થિક સ્થિતિ તબક્કાવાર બગડી રહી છે. અનેક ગ્રામ પંચાયતોનું સ્વભંડોળ નીલ છે જ્યારે કેટલીક તાલુકા પંચાયતો ઉપર લાખો રકમનું દેવું છે. આ સાથે જિલ્લા પંચાયતોમાં પણ સ્વભંડોળ ઓછું થતું જાય છે. જ્યારે નહિવત ખરીદ-વેચાણથી અનેક ગંજબજારો પણ નબળી આર્થિક સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના પાંચ જિલ્લામાં 2500થી વધુ ગ્રામ પંચાયતો અને 46 તાલુકા પંચાયતો છે. સૌથી વધુ સરકારી રોજગારી આપતી પંચાયતો છેલ્લા કેટલાક સમયથી નાણાભીડનો સામનો કરી રહી છે. 1500થી વધુ ગ્રામ પંચાયતની તિજોરી ખાલી છે. 10થી વધુ તાલુકા પંચાયતોનુ સ્વભંડોળ નીલ હોવા સાથે કેટલાકને દેવું પણ થઈ ગયું છે. આ સાથે જિલ્લા પંચાયતોનાં સ્વભંડોળમાં પણ આવક સામે જાવક વધી રહી છે.

આ તરફ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં 40થી વધુ ગંજબજારો પૈકી અડધોઅડધની તિજોરીમાં મર્યાદિત ખર્ચાઓ કરવાની નોબત આવી છે. અનેક કારણોસર કૃષિપાકના ખરીદ વેચાણમાં તબક્કાવાર ઘટાડો થતા ગંજબજારના વેપારીઓ અને સત્તાધીશો આકરી મંદીનો સામનો કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં ગણાગાંઠ્યા ગંજબજારોને બાદ કરતા અનેકની આર્થિક સ્થિતિ ખરાબ થઇ રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં પંચાયતો અને ગંજબજારોમાં સત્તા મેળવવા કે જાળવી રાખવા હવે પહેલાં જેવો ઉત્સાહ રહ્યો નથી. મર્યાદિત સત્તા અને કેટલીક સત્તામાં ઘટાડો થતાં રાજકીય આગેવાનો રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ જાણે નાણાંનો બુસ્ટર ડોઝ ઝંખી રહ્યા છે.

( આ સમાચાર ઉપર તમારો અભિપ્રાય જણાવો અમારા વોટ્સએપ નંબર 7600783277 )

23 Sep 2020, 6:44 AM (GMT)

COVID-19 Global Stats

31,787,858 Total Cases
975,550 Death Cases
23,403,770 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code