આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકાના વરણાવાડા ગામના મુળ રહેવાસી અને અમદાવાદ ધંધા અર્થે સ્થાઇ થયેલા આજીવન દાતાઓનુ ગામના યુવા સરપંચ મહેન્દ્રપુરી ગુલાબપુરી ગૌસ્વામી તેમજ ગ્રામજનો દ્રારા સ્વાગત સાથે સન્માન કરીને દાતાઓના ઉત્સાહમા વધારો કરાયો હતો.
વરણાવાડા ગામના પંચાલ સુરેશભાઇ રામચંદભાઇ તેમજ વિરેન્દ્રભાઇ રામચંદભાઇ પંચાલ દ્રારા વરણાવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ વિધાર્થિઓને આજીવન ચોપડા તેમજ નોટો આપીને દાન કરતા દાતા રહ્યા છે. તેમજ ડૉ.ફલજીભાઇ કેસરભાઇ ધુળીયા દ્રારા વરણાવાડા પ્રાથમિક શાળામા ધો.૧ થી ૮ના પ્રથમ થી ત્રીજા ક્રમે આવનાર વિધાર્થિઓને ૧૦,૦૦૦નુ પુરસ્કાર ઇનામ આપવાની જાહેરાત કરાઇ હતી. આ સાથે પ્રાથમિક શાળાને પણ નવિન બનાવવા માટે દાતા સુરેશભાઇ પંચાલ દ્રારા ચર્ચા કરાઇ હતી. પ્રાથમિક શાળામાં દાતાઓના યોજાયેલા સ્વાગત કાર્યક્રમમા વરણાવાડા પ્રાથમિક શાળાનો તમામ સ્ટાફગણ તેમજ ગામના ડે.સરપંચ કલ્પેશભાઇ બેચરભાઇ ચૌધરી ,મા.જી.સરપંચ જસવંતભાઇ રામજીભાઇ પટેલ સહીત ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code