પશ્ચિમ બંગાળઃ ચૂંટણી બાદ મમતાના મેદાનમાં ભાજપે 3 વિકેટ ખેરવી

અટલ સમાચાર, ડેસ્ક લોકસભા ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળમા સારૂ પ્રદર્શન કર્યું હતું જે બાદ આજે પં. બંગાળમાં તૃણમુલના બે અને સીપીએમના 1 ધારાસભ્યને ભાજપમાં સામેલ કરી લીધા છે. ભાજપનો ખેસ પહેરાવી દેવામાં આવ્યો છે. બંગાળમાં 2014ની ચૂંટણીમા ભાજપ માત્ર 2 બેઠક મેળવી શકી હતી. જ્યારે આ વખતની લોકસભા ચૂંટણીમા ભાજપે સારૂ પ્રદર્શન કરીને પશ્ચિમ બંગાળમા
 
પશ્ચિમ બંગાળઃ ચૂંટણી બાદ મમતાના મેદાનમાં ભાજપે 3 વિકેટ ખેરવી

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભા ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળમા સારૂ પ્રદર્શન કર્યું હતું જે બાદ આજે પં. બંગાળમાં તૃણમુલના બે અને સીપીએમના 1 ધારાસભ્યને ભાજપમાં સામેલ કરી લીધા છે.  ભાજપનો ખેસ પહેરાવી દેવામાં આવ્યો છે.

બંગાળમાં 2014ની ચૂંટણીમા ભાજપ માત્ર 2 બેઠક મેળવી શકી હતી. જ્યારે આ વખતની લોકસભા ચૂંટણીમા ભાજપે સારૂ પ્રદર્શન કરીને પશ્ચિમ બંગાળમા 18 બેઠક મેળવી છે. આ જીતમાં મુકુલ રોયનો મોટો ફાળો છે. રોય પૂર્વમાં ટીએમસીના કદાવર નેતા રહ્યા છે. જે પછી ભાજપમાં જોડાઈ ગયા હતા. એમની રણનીતિને કારણે ભાજપને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમુલ કોંગ્રેસે લોકસભા ચૂંટણીમા 22 બેઠક જીતીને પોતાની નામના જાળવી રાખી. ભાજપને 18 અને કોંગ્રેસને 2 બેઠક મળી. ભાજપની આ જીતમાં મુકુલ રોય અને બંગાળ ભાજપ પ્રભારી કૈલાશ વિજયવર્ગીની મોટી ભૂમિકા રહી છે. 8 વર્ષની સત્તાધારી તૃણમુલને અમિત શાહના નેતૃત્વવાળી ભાજપે સૌથી મોટો ઉલટફેર દેખાડ્યો.

થોડા સમય પહેલા તૃણમુલ કોંગ્રેસે ધારાસભ્ય સુભ્રાંશુ રોયને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. સુભ્રાંશુ એક સમયે તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીના નજીકના મુકુલ રોયના પુત્ર છે. સુભ્રાંશુને પાર્ટીની ઈમેજ ખરાબ કરવાના આરોપથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીના ઘણા સમય પહેલા મુકુલ રોય તૃણમુલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. તૃણમુલના વિભાજન માટે પાર્ટીમાં અનુશાસન ઓછું અને નેતાઓની વાત ન સાંભળવી એવું કારણ માનવામાં આવે છે.

અર્જુન સિંહ જેવા લોકો જે ભાજપમાં જોડાઈ ગયા અને અત્યારે સાંસદ બની ગયા છે. એ સાંસદ બનવા માગતા હતા પરંતુ તૃણમુલે તેમની સામે ન જોયું, એટલા માટે એમણે પક્ષ પલટો કર્યો. એવા બીજા પણ છે જે તૃણમુલમાં પોતાને ફસાયેલા અનુભવે છે અને પાર્ટી છોડી દે છે. મુકુલ રોય ઘણા વર્ષો સુધી બીજી પાર્ટીના નેતાને તૃણમુલમાં સમાવનાર તરીકે ઓળખાતા હતા પરંતુ એ હવે ભાજપમાં છે અને તૃણમુલને તોડવાનું કાર્ય કરે છે.