જાણો નાગરવેલના પાન ખાવાથી શું ફાયદા થાય ?

અટલ સમાચાર,ડેસ્ક પાન ખાવાના શોખીન તો ઘણા લોકો હોય છે. ખાસ કરીને ઘણા લોકોને ભોજન બાદ પાન ખાવાથી ખાવાનું યોગ્ય રીતે પચી જાય છે તે દરેક લોકો જાણે છે. પરંતુ પાન ખાવાના શોખીન લોકોને આ વાત નથી ખબર કે આખરે પાન ખાવાના કેટલા ફાયદાઓ છે. તો આવો જોઇએ પાન ખાવાથી કેટલાક ફાયદા થઇ શકે છે.
 
જાણો નાગરવેલના પાન ખાવાથી શું ફાયદા થાય ?

અટલ સમાચાર,ડેસ્ક

પાન ખાવાના શોખીન તો ઘણા લોકો હોય છે. ખાસ કરીને ઘણા લોકોને ભોજન બાદ પાન ખાવાથી ખાવાનું યોગ્ય રીતે પચી જાય છે તે દરેક લોકો જાણે છે. પરંતુ પાન ખાવાના શોખીન લોકોને આ વાત નથી ખબર કે આખરે પાન ખાવાના કેટલા ફાયદાઓ છે. તો આવો જોઇએ પાન ખાવાથી કેટલાક ફાયદા થઇ શકે છે.
નાગરવેલનું પાન ઉધરસ અને કફની સમસ્યામાં લાભદાયી સાબિત થાય છે. આ પાનને પાણીમાં ઉકાળીને તેને પીવાથી કફ થતો નથી અને સાથે જ ઉધરસની સમસ્યા પણ દૂર થાય છે.

જો તમે દાઝી ગયા છો તો તે સ્થાન પર નાગરવેલના પાનને પીસીને લેપ લગાવી દો અને તેને થોડીક વાર રાખી મૂકો. તેને સાફ કર્યા બાદ તેમા મધ લગાવવાથી લાભ થાય છે અને ત્વચા જલદી સારી થાય છે.

મોં તેમજ જડબાથી લોહી આવવાથી સ્થિતિમાં નાગરવેલના પાનમાં આશરે 10 ગ્રામ કપૂર ઉમેરીને ચાવવાથી ફાયદો થાય છે તે સિવાય શ્વાસની દુર્ગંધ માટે પણ પાન ખૂબ ઉપયોગી છે.

શારીરિક દુર્ગંધને દૂર કરવા માટે પાનનો ઉપયોગ કરવામાં આવે છે. તે ખૂબ અસરકારક ઉપાય છે. બે કપ પાણીમાં નાગરવેલના 5 પાનને ઉકાળો અને જ્યારે તે ઉકળીને અડધું થઇ જાય ત્યારે તેને પીઓ, તેનાથી શારીરિક દુર્ગંધ દૂર થાય છે.