RBIએ ઈ-વોલેટ કંપનીઓને આપી કઇ મોટી રાહત ? જુઓ
અટલ સમાચાર,ડેસ્ક ભારતીય રિઝર્વ બેંકે દેશમાં કારોબાર કરી રહેલી ઈ-વોલેટ કંપનીઓને રાહત આપી છે. RBIના પ્રીપેડ પેમેન્ટ ઈસ્ટ્રુમેન્ટનું કામ કરનાર કંપીઓએ પોતાના ગ્રાહકોને KYC કરાવવા માટે જાણકારી આપી હતી. જે માટે RBIએ 28 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. જોકે, કંપનીઓ હજુ સુધી પોતાના ગ્રાહકો પાસેથી મોટી સંખ્યામાં KYCની પ્રક્રિયા પૂર્ણ કરી શકી નથી. ત્યારબાદ કંપીઓએ
Mar 1, 2019, 16:01 IST

અટલ સમાચાર,ડેસ્ક
ભારતીય રિઝર્વ બેંકે દેશમાં કારોબાર કરી રહેલી ઈ-વોલેટ કંપનીઓને રાહત આપી છે. RBIના પ્રીપેડ પેમેન્ટ ઈસ્ટ્રુમેન્ટનું કામ કરનાર કંપીઓએ પોતાના ગ્રાહકોને KYC કરાવવા માટે જાણકારી આપી હતી. જે માટે RBIએ 28 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. જોકે, કંપનીઓ હજુ સુધી પોતાના ગ્રાહકો પાસેથી મોટી સંખ્યામાં KYCની પ્રક્રિયા પૂર્ણ કરી શકી નથી. ત્યારબાદ કંપીઓએ RBI પાસે વધુ સમય આપવાની માંગ કરી હતી. જેથી RBIએ વધુ 6 મહિનાનો સમય આપ્યો છે. સાથે જ RBIએ આ કંપનીઓને KYC કરાવવા માટે વૈકલ્પિક સાધનોનો ઉપયોગ કરવા પણ કહ્યું છે