આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

વોટ્સએપ એન્ડ્રોઇડ અને આઈઓએસ યુઝર્સને અપડેટ આપી રહ્યું છે. આ અપડેટથી કેટલાંક નવા ફીચર્સ જોડાઈ રહ્યા છે. તેમાંનું એક માઇકનું ફીચર છે જે કદાચ તમે નોટિસ કર્યું હશે. આ ફીચર ખરેખર મેસેજ લખવા માટે છે આ સુવિધા હેઠળ તમે બોલીને મેસેજ ટાઇપ કરી શકો છો. તમે તેને ઓટો ટાઇપિંગ પણ કહી શકો. જો કે, હવે લોકો ગૂગલ આસિસ્ટન્ટ અને વોઇસ સર્ચની મદદ લઇને લોકો વધુ ઈન્ટરેક્ટ કરી રહ્યા છે એવામાં વોટ્સએપે તેને ઈનબિલ્ટ ફીચર તરીકે આપી દીધું છે. એન્ડ્રોઇડ માટે વોટ્સએપના 2.19.11 વર્ઝનમાં આ એપટેડ આપવામાં આવી છે. આ માઇક આઇકોન વોટ્સએપની કીબોર્ડ એપ્લિકેશનમાં છે. તેને ટેપ કરીને તમે બોલશો કે તરત જ મેસેજ લખાઈ જશે. જો કે, આવુ તમે ગૂગલ કીબોર્ડ દ્વારા પણ કરી શકતા હતા પરંતુ આ વોટ્સએપના ઇનબિલ્ટ ફીચરની ખાસિયત એ હશે કે આ તે એપના પ્રમાણે વધુ સચોટ હશે. આઈઓએસમાં આ ફીચર કીબોર્ડના બટનની જમણી બાજુએ છે. જ્યારે કે એન્ડ્રોઇડમાં આ કીબોર્ડની ઉપરની તરફ છે ઈંગ્લિશમાં ટાઇપ કરવા માટે આ સચોટ છે પરંતુ આમાં તમે હિંદીમાં ટાઇપ નહીં કરી શકો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code