SBI સહિતની કઇ મોટી બેન્કોએ આપી ભેટ, હોમ-કાર લોન સસ્તી

અટલ સમાચાર,ડેસ્ક દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા સહિતની દેશની અન્ય છ મોટી બેન્કોએ લોન પર વ્યાજના દરને ઘટાડીને લોકોને રાહત આપી છે. બેંક દ્વારા એમસીએલઆર દરમાં ઘટાડો થવાને લીધે હોમ લોન અને કાર લોનનો વ્યાજદર ઘટ્યો છે. એસબીઆઇએ લોનના વ્યાજના દરો 0.05 ટકા ઘટાડ્યા છે. બેંકે 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન
 
SBI સહિતની કઇ મોટી બેન્કોએ આપી ભેટ, હોમ-કાર લોન સસ્તી

અટલ સમાચાર,ડેસ્ક

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા સહિતની દેશની અન્ય છ મોટી બેન્કોએ લોન પર વ્યાજના દરને ઘટાડીને લોકોને રાહત આપી છે. બેંક દ્વારા એમસીએલઆર દરમાં ઘટાડો થવાને લીધે હોમ લોન અને કાર લોનનો વ્યાજદર ઘટ્યો છે.

એસબીઆઇએ લોનના વ્યાજના દરો 0.05 ટકા ઘટાડ્યા છે. બેંકે 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર પણ વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. તેની સાથે હવે 30 લાખ રૂપિયાથી નીચેની હોમ લોન માટેના વ્યાજના દર હવે 8.60 થી 8.90 ટકા થઇ ગયો છે.

એચડીએફસી બેન્કે એમસીએલઆર દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. એચડીએફસી બેન્કે 1 વર્ષની લોન માટે એમસીએલઆર 8.75 ટકાથી ઘટાડીને 8.65 ટકા કર્યો છે. બેંકે 6 મહિના, 3 મહિના અને 1 મહિના સુધી એમસીએલઆર દરમાં ઘટાડો કર્યો અને તેને ઘટાડી અનુક્રમે 8.45 ટકા, 8.35 ટકા અને 8.30 ટકા કર્યો હતો.

કોટક મહિન્દ્રા બેંકે પણ એમસીએલઆર રેટમાં ઘટાડો કર્યો છે. બેંકે એમસીએલઆર દરમાં 10 બેઝ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. હવે બેન્કમાં 1 વર્ષના સમયગાળા માટે એમસીએલઆર 8.9% થઇ ગયો છે, જ્યારે 2 વર્ષ માટે એમસીએલઆરને 5 બેઝ પોઇન્ટ ઘટાડી 9% કરી દીધો છે.

ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે એસબીઆઇના થોડા દિવસ પહેલા જ એમજીઆરએલના દરમાં ઘટાડો કર્યો છે. બેન્કે એક વર્ષની લોન પર માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટમાં 0.5 ટકાનો ઘટાડો કરતા તેને 8.70 થી ઘટાડી 8.65 ટકા સુધી કરવાની જાહેરાત કરી હતી. 2 વર્ષ અને 3 વર્ષ માટે લોન પરના વ્યાજના દર અનુક્રમે 8.75 ટકા અને 8.85 ટકા કર્યા છે.