આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,શામળાજી

મોડાસાના શામળાજી રોડ પર અરવલ્લી જીલ્લા સેવાસદન પાસે નવનિર્મિત અને ઉદ્ઘાટનની રાહ જોઈ રહેલી અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીની કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી ઇમારતના બહારના ભાગે કેટલીક તિરાડો દેખાઇ છે.
અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષકની નવનિર્મિત કચેરીના બહારની દિવાલોના ભાગે અને પિલરમાં મોટી તિરાડો ઉપસી આવતા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરી પર શંકાઓ ઉપજી રહી છે. હજુ તો ઉદ્ધાટનની રાહ જોઈ રહેલી કરોડો રૂપિયાના ખર્ચ બનેલ પોલીસ અધિક્ષકની કચેરીની બિલ્ડિંગમાં બહારના ભાગે જ તકલાદી કામની ચાડી ખાઈ રહી છે તો કચેરીના અંદરના ભાગે કેવા પ્રકારનું કામકાજ કરવામાં આવ્યું હશે તેવા અનેક પ્રશ્નાર્થ જીલ્લા સેવાસદનમાં કામકાજ અર્થે આવતા જીલ્લાના પ્રજાજનોમાં ઉદ્દભવ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code