આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

દૂધસાગર ડેરીની દૂરડા સંસ્થા સંચાલિત MIDFT કોલેજે યુરોપના ડેનમાર્કની કોલ્ડ કોલેજ સાથે શૈક્ષણિક આદાન પ્રદાનના માટે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે તાજેતરમાં એમઓયુ સાઇન કર્યા છે. ત્યારે મહેસાણા કોલેજના ડેરી ટેકના વિદ્યાર્થીઓને હવે યુરોપમાં ડેરી પેદાશની તાલીમ અને સંશોધન અભ્યાસની તક વધુ ખુલી છે.

દૂધસાગર ડેરીના આ કાર્યથી ડેનમાર્કની સરકાર સાથે પણ MoU કરવાથી મહેસાણાના ગામડામાં દૂધ ઉત્પાદક વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની શિક્ષણ તાલીમ મેળવી શકશે. ડેનમાર્ક પણ ડેરી પેદાશોમાં ખાસ્સી નામના ધરાવે છે. ડેરી પાસેથી સહકારી માળખું અને મહેસાણા ડેરી ડેન્માર્કના દૂધ સહિત પર રિસર્ચ કરીને નવું સોપાન સર કરશે.

મહેસાણાનું દુધ હવે ડેરી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં મહત્વનો ફાળો આપશે. જેથી મહેસાણા દૂધસાગર ડેરી હવે વિશ્વ કક્ષાએ નામના મેળવી શકશે. સારું શિક્ષણ મેળવીને મહેસાણા દૂધસાગર ડેરીમાં નવી ટેક્નિક થાકી શ્વેત ક્રાંતિ સર્જાશે. એક તરફ મહેસાણા દૂધસાગર ડેરીની દૂરડા સંસ્થા સંચાલિત MIDFT કોલેજમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષણ આપીને દૂધ સાગર ડેરી આજે આગળ વધી રહી છે. તેવામાં હવે ડેન્માર્કનું શિક્ષણ મેળવીને મહેસાણા દૂધસાગર ડેરીમાં હવે દૂધસાગરની જેમ વહેશે તેવા એધાણ હાલમાં વર્તાઈ રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code