આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

ગુરૂવારે વડાપ્રધાન મોદી અમદાવાદની નવિન વાડીલાલ હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવ્યા હતા. આ દરમ્યાન ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓએ લાલ દરવાજા પાસે મોદી વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કર્યો હતો. બીજી તરફ જીવરાજપાર્ક પાસે કોંગી કાર્યકર્તાઓએ ‘ ગો બેક પીએમ ‘ ના બેનર્સ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગી આગેવાનો વી.એસ.હોસ્પિટલના ખાનગીકરણ કરવાની ગતિવિધિ સામે લાલઘુમ બન્યા છે.

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ વીએસ હોસ્પિટલના ખાનગીકરણ સામે 48 વોર્ડમાં વિરોધનો કાર્યક્રમ આપી રહી છે. જે સંદર્ભે અમદવાદના લાલ દરવાજા પાસે દેખાવો કરતાં કોંગી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું . જેમાં પોલીસે કોંગ્રેસી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી . ઉલ્લેખનિય છે કે, દેશની આઝાદી લડત દરમ્યાન અંગ્રેજોને ભગાડવા દેશવાસીઓએ અંગ્રેજો ગો બેકના નારા જેમ લગાવ્યા હતા તેમ વડાપ્રધાન માટે ગો બેક પીએમ નો ઉપયોગ કરતા માહોલ ગરમાયો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code