વડગામના નળાસરમાં દબાણ દૂર કરવા ગ્રામ પંચાયતના આંખ આડા કાન કેમ ?

અટલ સમાચાર,વડગામ વડગામ તાલુકાના નળાસર ગામમાં એક અરજદારે દબાણ દૂર કરવા માટે ૧ વર્ષ જેટલા સમયથી સ્થાનિક પંચાયતથી લઇને વડગામ તાલુકા પંચાયત થી લઇને જિલ્લાના વહીવટી તંત્ર, તેમજ મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી અરજદારની રજૂઆતનો કોઇ જ ઉકેલ આવતો નથી. જિલ્લા વિકાસ અધિકારી દ્રારા ૫ દિવસમાં દબાણ દૂર કરવા માટે હુકમ
 
વડગામના નળાસરમાં દબાણ દૂર કરવા ગ્રામ પંચાયતના આંખ આડા કાન કેમ ?

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકાના નળાસર ગામમાં એક અરજદારે દબાણ દૂર કરવા માટે ૧ વર્ષ જેટલા સમયથી સ્થાનિક પંચાયતથી લઇને વડગામ તાલુકા પંચાયત થી લઇને જિલ્લાના વહીવટી તંત્ર, તેમજ મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી અરજદારની રજૂઆતનો કોઇ જ ઉકેલ આવતો નથી.

જિલ્લા વિકાસ અધિકારી દ્રારા ૫ દિવસમાં દબાણ દૂર કરવા માટે હુકમ કરાયો છે. તેમ છતાં સ્થાનિક પંચાયતના સત્તાધીશો તેમજ તાલુકાના વહિવટી તંત્ર દ્રારા જિલ્લા વિકાસ અધિકારીના હુક્કમને અવગણીને નળાસર પંચાયતના સત્તાધીશોને છાવરવામાં આવતા હોવાના ચોંકાવનારા આક્ષેપ અરજદાર દ્રારા કરાયા છે. સરપંચ પતિ ભાજપના મહામંત્રી હોવાથી તાલુકા પંચાયતનુ વહિવટી તંત્ર છાવરી રહ્યુ છે અને રાજકીય વગ ધરાવતા સરપંચ પતિ દ્રારા ગામમાં દબાણ દૂર કરવામાં આવતુ નથી. સત્તાનો દુરૂપયોગ કરીને સરપંચ પતિ પોતે ખોટી સહીઓ કરીને લોકોને હેરાન કરતા હોવાની અરજદાર દ્રારા ડીડીઓને લેખિત રજુઆત કરી છે.

નળાસરના એક અરજદાર દ્રારા પોતાના ઘર આગળના રસ્તામાં ગામના વ્યક્તિ દ્રારા દબાણ કરાયુ હોવાની અનેકવારની રજુઆત કંઇ જ ઉકાળી શકી ન હોવાનું સામે આવ્યુ છે. દબાણ દૂર કરવા માટે છેલ્લા એક વર્ષથી ગ્રામ તેમજ તાલુકા,જિલ્લા પંચાયત અને છેક મુખ્યમંત્રી સુધી લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં સ્થાનિક પંચાયત દ્રારા હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. કલેકટર અને ડીડીઓએ વડગામ ટીડીઓને દબાણ દૂર કરવા માટેની જાણ કરેલી છે. જેના સંદર્ભે ટીડીઓએ નળાસરમાં આવેલા દબાણની રૂબરૂ તપાસ કરી સરપંચને દબાણ દૂર કરવા માટે જણાવ્યું હતું. જોકે હજુ સુધી સરપંચ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યુ ન હોવાની વાત અરજદાર કરી રહયા છે.

વડગામ ટીડીઓ શુ કહે છે ?

સમગ્ર મામલે વડગામના ટીડીઓ એ.એચ.પરમારે જણાવ્યું હતું કે તલાટી દ્વારા ગ્રામ પંચાયતની મીટીંગ બોલાવી દબાણ અંગેનો કાર્યક્રમ નક્કી કરી દબાણ દુર કરવામાં આવશે.