આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,હારીજ

હારીજ શહેર વિકાસ સમિતિ ઘ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે મોટો નિર્ણય લેવાયો છે. વિકાસના કેટલાક મુદ્દાઓ અપૂર્ણ રહેતા ચુંટણી બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.

હારીજ શહેર વિકાસ સમિતી છેલ્લા ઘણા સમયથી રેલ્વે લાઈન અને જીઆઇડીસીની માંગણીને લઇ સરકાર સામે મેદાને પડી છે. આ બંને બાબતો પંથકના વિકાસ માટે જરૂરી છે પરંતુ સરકાર દ્વારા મહત્વ નહિ અપાતા સ્થાનિકો લાલઘૂમ બની ગયા છે. હારીજ શહેરની આવનારી પેઢીના વિકાસ માટે સમિતિએ આ નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું છે. આથી સમિતિ આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે તેમ આગેવાન રજનીકાંત ઠાકર સહિતનાએ જણાવ્યું હતું.

મહત્વનું છે કે, હારીજ શહેર ઘ્વારા વર્ષોથી રેલ્વે અને જીઆઇડીસીની માંગ કરવામાં આવી રહી છે. જો હારીજને રેલ્વે-જીઆઇડીસી મળે તો સ્થાનિક બેરોજગારોને રોજગારી મળી શકે છે. હારીજ શહેર વિકાસ સમિતિના રજનીકાન્ત ઠાકરે જણાવ્યુ હતુ કે, સરકારમાં વારંવાર રજુઆતો કરવા છતાં કોઇ ઉકેલ ના આવતાં શહેર વિકાસ સમિતિ દ્વારા આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર થશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code